હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બહેનો માટેની પશ્ચિમ ઝોન આંતર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધા 2024માં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
પાટણ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 44 ટીમો એ ભાગ લીધો હતો. જેમાંથી ટોચની અંતિમ 4 ટીમો વચ્ચે લીગ મેચ રમાઈ હતી. જેમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પ્રથમ, સોલપુરની યુનિવર્સિટીએ બીજો અને ગુજરાત યુનિવર્સિટીએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, આ સ્પર્ધામાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યની મહિલા ખેલાડીઓએ ભાગ લઇ તેમના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
Site Admin | નવેમ્બર 28, 2024 11:27 એ એમ (AM)