ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. ગઈકાલે બોકારો ખાતે પરિવર્તન રેલીને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ ખાલી પડેલી બે લાખ 75 હજાર જગ્યાઓ પહેલી જ કેબિનેટ બેઠકમાં ભરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. શ્રી સોરેને કહ્યું, તેમની સરકારે રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણા પગલાં લીધા છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 11:19 એ એમ (AM)
હેમંત સોરેન સરકાર રાજ્યમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે. – કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
