ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 27, 2024 7:42 પી એમ(PM) | મુખ્યમંત્રી

printer

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે

હેમંત સોરેન આવતી કાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે. રાંચીનાં મોરાબાડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિતના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી સોરેન ઉપરાંત, કોંગ્રેસ અને આરજેડીમાંથી એક-એક મંત્રી પણ શપથ લે તેવી સંભાવના છે.
દરમિયાન, મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ આજે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીનાં હોદ્દા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ણય અંતિમ હશે.
મુંબઇમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી શિંદેએ જણાવ્યું કે, જણાવ્યું કે, તેમણે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને મુખ્યમંત્રી તરીકેનાં પોતાનાં અઢી વર્ષનાં કાર્યકાળ દરમિયાન મજબૂત ટેકો આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ