હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે ગઈકાલે જ્યારે લોકો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે તેલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. પ્રશાસને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોની હાલત નાજુક છે. હૈતીના પ્રધાનમંત્રી ગેરી કોનિલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા અને આરોગ્ય ટીમ ઘાયલોને મદદ કરી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 7:45 પી એમ(PM)
હેતીમાં ઓઈલ ટેન્કર વિસ્ફોટમાં અંદાજે 16 લોકોના મોત થયા
