અમેરિકા તથા યુરોપનાં દેશોમાં નબળી માંગને લીધે સુરતના જવેરાત ઉત્પાદન ઉદ્યોગને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક સપ્તાહનું વેકેશન લંબાવીને 15 દિવસનું કરવામાં આવ્યું છે.
હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું છે. શહેરનાં 30 ટકા જેટલાં જવેરાત એકમોએ દિવાળી પછી મુહૂર્ત જ કર્યું નથી. જવેરાત ઉદ્યોગમાં પ્રથમ વાર સૌથી લાંબુ વેકેશન રહેશે. સામાન્ય રીતે દિવાળી વેકેશન 7 દિવસનું હોય છે. કારણ કે, નાતાલના ઓર્ડર ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં પૂર્ણ કરવાના હોય છે.
આ વર્ષે નાતાલનાં ઓર્ડર નહીં મળતાં વેકેશન લંબાવી 15 દિવસનું વેકેશન રાખ્યું છે. દેશમાં જવેરાતનાં સૌથી વધુ 450 ઉત્પાદન એકમો સુરતમાં આવેલા છે.
Site Admin | નવેમ્બર 13, 2024 10:06 એ એમ (AM)