ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)

printer

હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં આજે રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ અનુભવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં વાવાઝોડાં અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું કે, આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ