ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિયથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી,ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી ઠંડીની આગાહી વ્યક્તકરી છે.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, આગામી 2 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, પંજાબ,હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગમાં સવારેઅને રાત્રિના સમયે અતિગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની પણ સંભાવના છે. જ્યારે અરૂણાચલપ્રદેશ, નાગાલૅન્ડ, મિઝૉરમ અને ત્રિપુરામાં વિવિધ વિસ્તારમાં આજે ગાજવીજ સાથે વરસાદનીપણ આગાહી છે.
ગાઢ ધુમ્મસના કારણે આજે દિલ્હી આવનારી30 જેટલી ટ્રેન ચારથી પાંચ કલાક સુધી મોડી ચાલી રહી છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 7:11 પી એમ(PM)