હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. એવી જ રીતે ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં ઘણી જગ્યાએ આજે સવારે ગાઢ ધુમ્મસ ફેલાયું હતું. જો કે મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઇ શકે છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:55 પી એમ(PM)
હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે
