હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલી રહ્યુ છે. ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ અનેસીઆઈએસએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપનના માટે તૈનાત કરવામાં આવી છે.રવિવારે, સેનાએ અલગ-અલગ વિસ્તારોવચ્ચે કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા અસ્થાયીપુલ બનાવ્યા છે., રામપુરના એસડીએમ નિશાંતતોમરે જણાવ્યું હતું કે સરપરા ગામમાં રસ્તાના સમારકામની કામગીરી ચાલી રહી છે.અસરગ્રસ્ત પરિવારોને અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. લોકોને નદીઓ અનેનાળાઓની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છેહાલમાં પાંચ જેટલાજેસીબીને કામે લગાડવામાં આવ્યાં છે..
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:10 પી એમ(PM)