હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી મચાવી હતી. અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 48 લોકો ગુમ છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે. શિમલા જિલ્લાના રામપુરને અડીને આવેલા સમેજમાં સૌથી વધુ 36 લોકો ગુમ છે. રેસ્ક્યુ ટીમ મંડી જિલ્લામાં સાત અને કુલ્લુ જિલ્લાના નિરમંડમાં પાંચ ગુમ લોકોને શોધવામાં વ્યસ્ત છે. આજે સ્વચ્છ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીને વેગ મળ્યો છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 2:09 પી એમ(PM) | હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં આવેલ પૂરમાં અત્યારસુધીમાં પાંચ મૃતદેહ મળ્યા :જ્યારે 48 લોકો ગુમ
