હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે. હિમાચલપ્રદેશનાં ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાતથી કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે.
આજે સવારે લાહૌલ સ્પીતિ જિલ્લાના તાબોમાં માઇનસ 7.1 ડિગ્રી, મનાલીમાં 4.1ડિગ્રી, ધર્મશાલામાં 5.5 ડિગ્રી અને શિમલામાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની શક્યતા છે, જ્યારે મેદાની વિસ્તારો અને દક્ષિણ કાશ્મીરમાં હળવી હિમવર્ષા થવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જમ્મુના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને ચેનાબ ખીણમાં હળવી બરફવર્ષા થવાની સંભાવના છે.