હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં અક્ષય કુમારે આ સંમેલનના આયોજનને મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક મંચ પૂરું પાડશે, જેમાં વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને બદલવાની ક્ષમતા છે.
Site Admin | માર્ચ 25, 2025 6:26 પી એમ(PM)
હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે
