હિન્દી સિનેમાના અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગતાં તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તબીબોએ તેમનું ઑપરેશન કરતાં હાલમાં તેમની તબિયત સારી હોવાના અહેવાલ છે. એક ઑડિયો સંદેશ જાહેર કરીને પણ અભિનેતા ગોવિંદાએ પોતે સલામત હોવાની માહિતી આપી હતી.તેઓ આજે સવારે કોલકાતા જવા તૈયાર થઈ રહ્યા હતા. દરમિયાન સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ તેમના હાથમાંથી બંદૂક પડી જતાં એક ગોળી તેમના પગમાં વાગી ગઈ હતી. આ તરફ ફિલ્મ અભિનેતા રજનીકાન્તને એક ઑપરેશન માટે ચેન્નઈની હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ છે
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:09 પી એમ(PM)
હિન્દી સિનેમાના અભિનેતા ગોવિંદાની તબિયત સુધારા પર..
