હિઝબુલ્લાહે તેના સ્થાપકસભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી છે. 71 વર્ષિયકાસેમ 1991થી લેબનીઝ જૂથના નાયબ સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. કાસિમહસન હવે નસરાલ્લાહનું સ્થાન લેશે, જે એક મહિના કરતાં પણ વધુ સમય પહેલા ઇઝરાયેલી બોમ્બધડાકામાં માર્યા ગયા હતા. અમેરિકન વિદેશ વિભાગે 1997માં હિઝબુલ્લાહને વિદેશીઆતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. યુરોપિયન યુનિયન, આરબ લીગ અને ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ સહિત 60 થી વધુ દેશો અને સંગઠનોએ હિઝબુલ્લાહને આંશિક રીતેઅથવા તેના સંપૂર્ણ રૂપે વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:11 પી એમ(PM)
હિઝબુલ્લાહે તેના સ્થાપક સભ્યોમાંથી એક નઇમ કાસેમને નવા વડા તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાત કરી
