પંચમહાલ જિલ્લાના હાલોલ GIDC વિસ્તારમાં હાલોલ નગરપાલિકા અને GPCBની ટીમ દ્વારા ગત સપ્તાહ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા 26 એકમોમાં દરોડા પાડી ગુજરાતમાં સૌ પ્રથમ વખત 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. GPCB દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા 29થી વધુ એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. જેના આધારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આ તમામ એકમોનું વીજ જોડાણ કાપવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 3:06 પી એમ(PM)
હાલોલ GIDC વિસ્તારમાં દરોડા પાડી 850 ટન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
