હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામગીરી કરનારા રાજ્યના 11 કારીગરોને સમ્માનિત કરવામાં આવશે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2026 અંતર્ગત કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે હસ્તકલાના 11 જેટલા કારીગરોને તેમના ક્ષેત્ર અનુસાર પુરસ્કૃત કરાશે. ટેક્સટાઇલ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, અર્થન, લાકડું તેમજ વાંસકામ – મેટલ સહિતના અન્ય ક્રાફ્ટ ક્ષેત્રોમાંથી ઉત્કૃષ્ઠ કામગીરી કરતા કારીગરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:36 પી એમ(PM) | હાથશાળ અને હસ્તકલા