હવા ગુણવત્તા સંચાલન આયોગે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-GRAPને અમલમાં મૂકતા અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની આસપાસના રાજ્યોમાં નક્કી થયેલા તમામ પ્રદૂષિત સ્થળો પર પ્રદૂષણ દૂર કરવા પ્રાથમિકતા આપી કામ કરવા માટે નિર્દેશ આપ્યો છે. હવા ગુણવત્તા સંચાલન આયોગે ગઈકાલે નવી દિલ્હીમાં GRAPના કડક અમલીકરણની ખાતરી કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી.
આયોગે અધિકારીઓને નાગરિકોની તમામ પડતર ફરિયાદોનો એક સપ્તાહમાં નિરાકરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ એજન્સીઓના નોડલ અધિકારીઓને પ્રદૂષણ નિયંત્રણ પર દેખરેખ રાખવા માટે વિવિધ એજન્સીઓ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સંકલન કરવા પણ કહેવામાં આવ્યું છે. આયોગે ગ્રેપ સ્ટેજ-3 હેઠળ થનારા કામો અંગે દૈનિ કધોરણે માહિતી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 17, 2024 9:32 એ એમ (AM) | હવા ગુણવત્તા સંચાલન