ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 2:31 પી એમ(PM)

printer

હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાજધાની દિલ્હીમાં આજથી GRAP – 3 એટલે કે ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે

હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાજધાની દિલ્હીમાં આજથી GRAP – 3 એટલે કે ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. જે અંતર્ગત દિલ્હીમાં ભારે વાહનો આજ સવારથી પ્રતિબંધિત છે. જોકે જીવનજરૂરી ચીજવસ્તુઓ લઈ જતા ભારે વાહનોને રાજધાનીમાં પ્રવેશ છે. આ સાથે જ તમામ સીએનજી, ઇલેક્ટ્રિક અને BS-VI ડિઝલ ટ્રકને પણ પરવાનગી છે. ખાનગી અને સરકારી શાળાઓમાં શક્ય હોય ત્યાં ઓનલાઇન વર્ગોની જાહેરાત કરાઈ છે.
દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મામલે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈને કરાયેલી અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે GRAP – 3ના અમલમાં વિલંબ અંગે સવાલ પૂછ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે હવાની ગુણવત્તા 500 સૂચકાંકને નજીક પહોંચી છે. જેમાં દિલ્હીના બવાનામાં વિસ્તારમાં હવાની ગુણવત્તા સૂચકાંક પર 495, દિલ્હી વિમાન મથક અને પંજાબી બાગમાં 494, આનંદ વિહારમાં 487, વઝિરપુરમં 485 જ્યારે શાદીપુરમાં હવાનો ગુણવત્તા 475 નોંધાયો છે. હવામન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ