રાજ્યમાં ગરમીના વધતાં પ્રકોપ સામે આજથી બે દિવસ દરમિયાન 19 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 4થી 7 ડીગ્રી છે જેને કારણે આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગરમ રાત્રિની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 19 જેટલા જિલ્લામાં હીટવેવની શક્યતાઓ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, સૂર્યના સીધા કિરણો રાજ્ય તરફ આવી રહ્યા છે, જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે.
Site Admin | માર્ચ 12, 2025 10:21 એ એમ (AM)
હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઇ.
