હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં શુષ્ક હવામાન રહેશે. આગામી બે દિવસ તાપમાનમાં અંશિક વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે ત્યારબાદ બે દિવસ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન અમરેલી અને વડોદરામાં નોંધાયું હતું. વધુ માહિતી આપે છે અમદાવાદ હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ..
Site Admin | નવેમ્બર 28, 2024 7:24 પી એમ(PM) | હવામાન વિભાગ