રાજધાની દિલ્હીમાં આજે સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આવી જ સ્થિતિ જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં હિમાલયની તળેટીમાં ચેતવણી આપી છે. હવામાન વિભાગે પશ્ચિમ-ઉત્તર ભારતમાં આગામી 2 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:31 પી એમ(PM)
હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં આજે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા અને ગર્જના સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે
