હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની આગાહી કરી છે.
પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં થયા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા
આ દરમ્યાન મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થયો છે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 16.6 જયારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:30 એ એમ (AM) | હવામાન વિભાગ