હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે.દરમિયાન ઉત્તર ગુજરાત પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવેલીના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ, તેમજ કચ્છ અને દીવમાં ક્યાંક ક્યાંક વરાસાદી ઝાપટાં પ઼ડી શકે છે.રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સૂકું રહેશે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે
