હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવાની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તેની અસર જોવા મળશે દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે વધુ માહિતી આપી,
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાજ્યમાં મહત્તમ 38.3 ડિગ્રી તાપમાન રાજકોટ ખાતે નોંધાયું છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોધાઇ શકે છે.