હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજયનું સૌથી ઓછું લઘુત્તમ 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે કંડલા હવાઈમથક પર 11, બનાસકાંઠાના ડીસામાં 12, જુનાગઢનાંકેશોદમાં 13 ડિગ્રી, તો અમરેલી, પોરબંદર, રાજકોટ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:17 પી એમ(PM)
હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત હોવાનું જણાવ્યું છે
