હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા ઉપરાંત છોટાઉદુપેર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યના 40થી વધુ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા, ડાંગના આહવા, વલસાડના ધરમપુર તેમજ સાબરકાંઠાના તાલોદ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં પડ્યો હતો. તાપીના અમારા સંવાદદાતા નિરવ કંસારા જણાવે છે કે ઉપરવાસમા ભારે વરસાદને પગલે પાણીની આવક થતાં ઉકાઉ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. છેલ્લા 22 દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 22 ફૂટનો વધારો નોંધાયો છે. ગઈકાલે ઉપરવાસમાંથી સાંજે છ કલાક સુધીમાં 46 હજાર 070 ક્યૂસેક પાણીની આવતક થતા ડેમની સપાટી 334.61 ફૂટ પહોંચી હતી. જ્યારે ડેમનું રૂલ લેવલ 335 ફૂટ નું હોઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સાથે હાઇડ્રો પાવર યુનિટના ત્રણ યુનિટ અને નહેર વાટે સતત 46,070 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. પાણી છોડાતા તાપી નદી આસપાસના ગામોને સૂચના જાહેર કરાઈ છે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 10:24 એ એમ (AM)