હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને વિવિધ સ્થળ પર વરસાદ થવાની શક્યતા છે.
આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, પાલઘર, થાણે, મુંબઈ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, પુણે, સતારા અને મરાઠવાડાના કેટલાક ભાગો સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભારે પવન ચાલવાની સાથે વરસાદ વરસી શકે છે. ઉપરાંત હવામાન વિભાગે સાંગલી અને સોલાપુરમાં વીજળી ચમકવા અને મુશળધાર વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાને જોતા ચેતવણી આપી છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:34 પી એમ(PM)