ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 3:14 પી એમ(PM)

printer

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ એલર્ટ જ્યારે કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સારબાકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગારમાં હળવા વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપરુ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ તરફ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ