હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મેદાનો પર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM) | aakashvaninews | weatherupdate
હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી
