હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આસામ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ઉત્તરાખંડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા અને ગુજરાતના કેટલાંક ભાગોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 2:13 પી એમ(PM) | હવામાન વિભાગ