હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાકભાગોમાં રાત્રે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી છે. તે જ સમયે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દરમિયાનહવામાન વિભાગે માછીમારોને આવતીકાલ સુધી કોમોરિનવિસ્તાર અને મન્નારના અખાતના નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. આગામીઅઠવાડિયામાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:36 પી એમ(PM)