હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને કારણે ફેંગલ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ઘણા ભાગોમાં 2 ડિસેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. ચેન્નાઈ, કુડ્ડલોર અને નાગાપટ્ટિનમ બંદરો માટે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. ચેન્નાઈથી 800 કિમી દક્ષિણમાં અને નાગાપટ્ટિનમથી 500 કિમી દૂર સ્થિત ડીપ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ચક્રવાતમાં પરિવર્તિત થાય અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે
વવાઝોડાની સંભાવનાનાં પગલે તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં NDRFની સાત ટીમો તૈનાત કરવામાં આવશે. નવ વધારાની SDRF અને 13 NDRF ટીમો સ્ટેન્ડબાય પર રખાઇ છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને વરિષ્ઠ અધિકારીઓને પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને જરૂરી રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા તમામ વિભાગો સાથે મળીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 27, 2024 11:35 એ એમ (AM)