હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ આગામી ત્રણ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાંક સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવલિયા- નસવાડી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતાં વન વિભાગ દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ત કરાયો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં ૫૯ મિલીમીટર વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લામાં આજે એક થી બે ઇંચ વરસાદ નોંધાતા ખેતી પર નિર્ભર ખેડૂતોના ડાંગરના પાકને જીવત દાન મળતા ચાલુ વર્ષે ડાંગરનો પાક સારોની સંભાવના વ્યકત કરાઇ.
મહેસાણા જિલ્લાના ખેરાલુ વડનગરમાં તોફાની વરસાદથી માર્ગ પરના ૧૦ કરતાં વધુ વૃક્ષો પડી ગયા હતા અને હાઈવે પર પાણી ભરાયા હતા
અમદાવાદમાં પણ એસ.જી.હાઇવે, સાયન્સ સીટી, ગોતા, નવરંગપુરા અને માણેકચોકમાં વરસાદ વરસ્યાના અહેવાલ છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:12 પી એમ(PM) | હવામાન વિભાગ