ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 24, 2024 11:50 એ એમ (AM)

printer

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને બે દિવસ રેડ અલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો જેને કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આવા સમયે N.D.R.F.ની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 23 લોકોને બચાવાયા હતા. તેમજ હાલમાં દ્વારકાના માર્ગો ઉપર પાણી ફરી વળતાં એનડીઆરએફની ટીમોને બચાવ અને રાહત કામગીરીમાં મોકલી અપાઇ છે. જ્યારે બચાવ અને રાહત કામગીરી દરમિયાન એન.ડી.આર.એફ.ની ટીમને એક મહિલા અને એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે અન્ય એક લાપત્તા વ્યક્તિને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
બીજી તરફ અમરેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો ગઇ મોડી રાત્રે લાઠી, વડીયામા વરસાદ વરસતા પાણી ભરાઇ ગયા હતા .. જામનગરમાં પણ મુશળધાર વરસાદ વરસતા ચાર દિવસમાં ત્રીજી વખત દ્વારકા-જામનગર હાઇવે પર વાહનોની અવરજવર થંભી ગઇ હતી.. રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા આ હાઇવે બંધ થઇ ગયો હતો.. વલસાડ જિલ્લા માં અતિભારે વરસાદ ને અનુલક્ષી જિલ્લા વિકાસ અધિકારીએ તમામ શાળા, કોલેજો, ITI, આંગણવાડીઓ બંધ રાખવા આદેશ આપ્યાં છે..
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકા પંથકમાં ભારે વરસાદ વરસતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી..અલગ અલગ ગામના સરપંચો અને આગેવાનો સાથે મુલાકાત કરીને તકેદારીના પગલાં લેવા સૂચના આપી હતી.. રોગચાળો વકરે નહીં તેના માટે સત્વરે કાર્યવાહી કરવા તાલુકા આરોગ્ય ઓફિસરને જરૂરી સુચના આપી હતી.. વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે તુરંત કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ