હવામાન વિભાગે તટિય આંધ્ર પ્રદેશ, યનમ, તેલંગાણા તેમજ છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, કોંકણ, ગોવા, તટિય, કર્ણાટક, દક્ષિણ કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
આગામી પાંચ દિવસમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તટિય આઁધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાંક ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.
જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. ઉપરાંત પાંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
Site Admin | જુલાઇ 18, 2024 8:17 પી એમ(PM) | હવામાન વિભાગ