હવામાન વિભાગે જમ્મુ કશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે. રાજ્યના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત છે. કશ્મીરમાં તાપમાન શૂન્યની નજીક પહોંચ્યું છે અને લદ્દાખમાં અનેક વિસ્તારમાં તાપમાન શૂન્યથી ઉપર છે. કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની કોઈ સંભાવના નથી. કાશ્મીર 21 ડિસેમ્બરથી શીતલહેરનો સામનો કરી રહ્યું છે. તો હિમાચલ પ્રદેશમાં હવામાન ચોખ્ખું હોવા છતાં મેદાની વિસ્તારમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાથી શીતલહેર યથાવત છે. જોકે દિવસમાં તડકો નીકળતા લોકોને ઠંડીથી રાહત મળી રહી છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 2:50 પી એમ(PM) | હવામાન વિભાગ