ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 18, 2025 7:16 પી એમ(PM)

printer

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે. તેમજ ધીમી ગતિએ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી ઓછું 8.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આગામી 24 કલાકમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા હોવાનું હવામાન શાસ્ત્રી રામાશ્રય યાદવે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ