હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સતારા, સિંધુદુર્ગ, રસ્તનાગીરી અને થાણેમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.
આકાશવાણી મુંબઈના અમારા સંવાદદાતા ભાવના ગોખલે જણાવે છે કે ગત શનિવારથી સિંધુદુર્ગમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસમાં ભારે વરસાદીની આશંકાને જોતા રેડ અલર્ટ જાહેર કરાયું છે. જિલ્લાના કાંઠા વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થિતિને જોતા સિંધુદુર્ગમાં NDRFની ટુકડીઓ તૈનાત કરાઈ છે. જિલ્લા કલેક્ટરે કાંઠા વિસ્તારમાં લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચના જાહેર કરી છે.
Site Admin | જુલાઇ 14, 2024 8:36 પી એમ(PM)