હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે સવારથી હવામાનમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે, જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીત લહેર વ્યાપી ગઇ છે. ડાંગ જિલ્લામાં ખેડૂતોએ તેમનાં ખેતરોમાં તેમજ આંબાવાડીમાં નાની કેરીઓ વાવી હોવાથી તે ખરી પડવાની સંભાવના વરતાઈ રહી છે. ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અત્યંત ખુશનુમા બનતાં પર્યટકોમાં ખુશી જોવા મળી રહી છે.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધી નિરવ કંસારા જણાવે છે કે, સમગ્ર જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે. વ્યારા, વાલોડ ડોલવણ અને સોનગઢ તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.
મહીસાગર જીલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, લુણાવાડા તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો ચિંતિત. થયા છે. હવામાન બદલાવાથી ઊભા પાકમાં જીવાત પડવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી છે.
છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, હાલ ઘઉં, મકાઈ તુવેરની લણણીના સમયે કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ છે.
Site Admin | એપ્રિલ 1, 2025 3:14 પી એમ(PM)
હવામાન વિભાગે કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી
