હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યના મેદાની પ્રદેશોમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સાથે સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ સંભાવના છે.
આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં શીતલહેર ફરી વળવાની સંભાવના છે. જો કે વાયવ્ય ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
દરમિયાન ઉત્તર-ભારતમાં કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેતા દિલ્હી તરફની 40થી વધુ રેલવે ટ્રેનના પરિવહનને અસર થઇ છે. કેટલીક ટ્રેન નિર્ધારિત સમયપત્રક કરતાં પાંચ કલાક સુધી વિલંબથી ચાલી રહી છે. રેલવેએ સંબંધિત ક્ષેત્રમાં મુસાફરોને ટ્રેનની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવવા સૂચના આપી છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:12 પી એમ(PM)