નૈઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે ખાનાખરાબી સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસામ મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, દક્ષિણ પૂર્વીય રાજસ્થાન, લક્ષદ્વીપ, કોંકણ, ગોવા, તટિય કર્ણાટક, તેલંગાણાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉપરાંત હિમાચલ પ્રદેશ, આંદમાન અને નિકોબાર ટાપુ, મધ્ય પ્રદેશ, પૂર્વોત્તર ભારત, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.
Site Admin | જુલાઇ 11, 2024 11:23 એ એમ (AM)