હવામાન વિભાગે આવતી કાલથી મધ્ય, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં અનેક ભાગોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સોમવારથી ચાર દિવસ માટે વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, આવતીકાલથી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સાત દિવસ સુધી, આસામ અને મેઘાલયમાં શુક્રવાર સુધી અને બિહારમાં બુધવાર સુધી છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે દિવસ મરાઠવાડામાં અને મંગળવારથી શુક્રવાર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
દરમિયાન, બિહારમાં ગંગા અને અન્ય નદીઓનું જળ સ્તર વધતાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છે. પટણા, બેગુસરાઈ, સારણ, મુંગેર જિલ્લાનાં 10 લાખ લોકોને અસર થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:43 પી એમ(PM)