ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 10:26 એ એમ (AM)

printer

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઠંડીનુ મોજું ફરી વળવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે હિમાચલપ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ઠંડીનુ મોજું ફરી વળવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય અને રાજસ્થાનમાં આગામી 3 થી 4 દિવસમાં સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
આ તરફ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં 2-3 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ