ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 25, 2024 3:08 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ, સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા,તાપી અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે નવસારી, ડાંગ, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાના 95 તાલુકામાં હળતોથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે.સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 127 ટકા વરસાદ વરસ્યો છે. આમાંથી સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છમાં,132 ટકા દક્ષિણ ગુજરાતમાં અને 130 ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં ખાબક્યો છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ સંપૂર્ણ ભરાવવા આવ્યો છે.હાલમાં રાજ્યના 155 બંધ હાઈ-અલર્ટ, 11 બંધ અલર્ટ અને આઠ બંધ ચેતવણી પર રખાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ