રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદે ફરી એકવાર જોર પકડયું છે. હવામાન વિભાગે આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે તો ગીર સોમનાથ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ માટે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.
દરમ્યાન ગઇકાલે 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ભાવનગરના ગોઘા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. તો વલભીપુર, પાલીતાણા અને સિહોર તાલુકામાં અંદાજિત સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ સાથે જ મહુવા પંથકમાં સિજનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લાના વ્યારામાં ગઇકાલે રાત્રે 2 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં તથા સુબીર તાલુકામાં એક કલાકમાં અંદાજિત અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 8:55 એ એમ (AM)