ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 9:06 એ એમ (AM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે.

હવામાન વિભાગે આજે પાંચ દિવસ સુધી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતનાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા વ્યકત કરી છે.
જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળનો ઉપ હિમાલયનો પ્રદેશ, બિહાર સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાત્રે અને સવારના કલાકોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નહિવત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ