ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની અને પૂર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટિય આંધ્રપ્રદેશ, યાનમ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં કેટલાક સ્થળોએ ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ