હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આ અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને 6 અને 7 ઓગસ્ટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
આ અઠવાડિયે પૂર્વ ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ મહિનાની 7 થી 9 તારીખ સુધી અરુણાચલપ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 2:19 પી એમ(PM) | વરસાદ | હવામાન વિભાગ