ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 14, 2024 2:04 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ શનિવાર સુધી વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. આ તરફ કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને રાયલસીમામાં વરસાદ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ