ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા, વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી ચાર દિવસ સુધી અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ૩૦-૪૦કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો સાથે છૂટાછવાયાથી હળવા વરસાદની સંભાવના છે.
આગામી ૨-૩ દિવસ સુધી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને લક્ષદ્વીપમાં પણ આવી જ હવામાન પરિસ્થિતિઓ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ આગાહી કરી છે. ૨૫ માર્ચ સુધી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવામાન પરિસ્થિતિઓ રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે.
Site Admin | માર્ચ 23, 2025 1:37 પી એમ(PM)
હવામાન વિભાગે આજે છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી
